મોહનવર મોરલીવાળા રે૩/૪

પદ ૩/૪ ૮૯૩

મોહનવર મોરલીવાળા રે. ૧

તમ સંગ બાંધી પ્રીતલડી જોઇ આંખડિયુના ચાળા રે. ટેક

જોઇ ભ્રકુટી કામણગારી રે, મેં તો લોકની લાજ વિસારી રે. તમ ૧

જોઇ પાગ અજબ પેચાલી રે, રંગભિનું છોગું ભાળી રે. તમ ૨

જોતાં નલવટની કાંતિ રે, મારા ચિતમાં આવી શાંતી રે. તમ ૩

કહે મુક્તાનંદ મોરારી રે, હું તો થઇ રહી નાથ તમારી. તમ ૪

મૂળ પદ

રસિયાવર કુંજ વિહારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી