મારે તમ જેવા શિર સ્વામી રે૪/૪

પદ ૪/૪ ૮૯૪

મારે તમ જેવા શિર સ્વામી રે.

મોહન થઇ હું મતવાલી, હું તો પૂરણ પદ પામી રે. ટેક

તમે કર સાયો હરિ મારો રે, થયો વિષ જેવો જગ ખારો રે. મોહન ૧

તમે મેર્ય કરી વનમાળી રે, હવે નઇ કોઇની ઓશીયાળી રે. મોહન ૨

મેં તો તમ અરથે તન કીધું રે, મેં તો શિર પાસંગમાં દીધું રે. મોહન ૩

કહે મુક્તાનંદ રસ પીધો રે, મેં તો જનમ સુફલ કરી લીધો રે. મોહન

મૂળ પદ

રસિયાવર કુંજ વિહારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી