અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.૧/૩

 પદ ૧/૩ ૯૦૩

ગરબી
અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.                       ટેક
તમે મને વ્હાલા છો મહારાજ કે ન જાશે મેલી રે.
એ મોહન થાશોમાં વેગળા રે મુજથી શ્યામ સુજાણ.      અલબેલા ૧
જીવન જીવું છું જોઇને, તમે છો મારા જીવન પ્રાણ,
ફરું અતિ આનંદે પ્રેમના છૂટે અંતર ફૂવારા.                 અલબેલા ૨
પલ એક પ્રીતમ પાતળા રે, નહિં મેલું ન્યારા.
મુક્તાનંદના નાથજી કરી રાખું દ્રગ તારા.                    અલબેલા ૩
 

મૂળ પદ

અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી