મોયું મન નેણુંની શાને, વશ થઇ રહી૨/૩

પદ ર/૩ ૯૦૪

મોયું મન નેણુંની શાને, વશ થઇ રહી,

હું તો વ્હાલમાં મીઠી મોરલી તાને. ટેક

સોરઠ રાગ સુણાવીયો રે, મોરલીને નાદે,

ગુણવંત થઇ હું તો ઘેલડી તારે ગિરધરજી ગાને. મોયું ૧

શિર પર પાંઘ સોહામણી રે, કુંડળ શુભ કાને,

નખશિખ શોભા જોઇને ઘણી, મોહી ભીને વાને. મોયું ૨

કીધી પોતાની કાનજી રે, દર્શનને દાને,

મુક્તાનંદના નાથજી, હવે નહીં રઝડું રાને. મોયું ૩

મૂળ પદ

અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી