ઓરા આવો ગુણવંત ગિરધારી, ૩/૩

 

પદ ૩/૩ ૯૦૫
ઓરા આવો ગુણવંત ગિરધારી,
મન કર્મ વચને માવજી, હું છઉં દાસી તમારી. ટેક
સેજ સુરંગી ફૂલડે રે સુંદર સમારી,
તમ વિના તલખુ શામળા જેમ મીન વીના વારી. ઓરા ૧
ધડક મ ધરજો અંતરે, શું કરશે સંસારી,
તન મન ધન તમ ઉપરે, નાખુ વાલમ બલહારી. ઓરા ૨
દુરીજનીઆ સૌ દાઝતા રે, રેશે જખ મારી,
મુક્તાનંદના નાથજી રાખુ ઉર પર સુખકારી. ઓરા ૩

મૂળ પદ

અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી