મોયું મન તમ સંગે રે, વિઠ્ઠલવર વનમાળી૨/૪

પદ ર/૪ ૯૦૭

મોયું મન તમ સંગે રે, વિઠ્ઠલવર વનમાળી. ટેક.

અંગો અંગ શોભા નિરખી અલૌકિક, તમ સંગ લાગી તાલી. મોયું.૧

આંખડીની ચોટ અધીક મને લાગી, ન શકી આપ સંભારી. મોયું.૨

મૂર્તિ તમારી વસી દિલ મારે, રંગભીની રૂપાળી. મોયું.૩

મુક્તાનંદના વાલા તમ સારૂં, તનસુખ લાલચ ટાળી. મોયું.૪

મૂળ પદ

ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી