થઇ હું તો બડભાગી રે, તમ સંગ લગની લાગી૪/૪

પદ ૪/૪ ૯૦૯

થઇ હું તો બડભાગી રે, તમ સંગ લગની લાગી. ટેક.

રસિક સલૂણા તારું રૂપ જોઇને, અન્ય સુખ લાલચ ત્યાગી. થઇ.૧

મૂર્તિ તમારી મારા મનમાં વસી છે, સુંદર શ્યામ સુહાગી. થઇ.૨

શ્યામ સુંદર તારા છોગા ઉપર, હવે હું અધિક અનુરાગી. થઇ.૩

મુક્તાનંદના સ્વામી શામળીયા, મોહ નિદ્રાથી જાગી. થઇ.૪

મૂળ પદ

ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી