રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે૧/૪

પદ ૧/૪ ૯૧૦

રાગ : નૂગમેરી

રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે;

મારા મનગમતા મારાજ મંદિર આવો રે. ટેક.

સેજ બીછાઇ ફૂલડે રે કોડીલા તમકાજ;

આશ ભરી અરજી કરૂં મારી સફલ કરો વ્રજરાજ. હસીને. ૧

બાર્ય કરી સર્વ બિકડી રે શું કરશે સંસાર;

ધડક ન મનમાં ધારજ્યો મારા આતમના આધાર. હસીને ૨.

લાજ તજી મેં લોકની રે છે તમ સાથે કામ;

ઉર ઉપર અલબેલડાં હું તો રાખીશ આઠો જામ. હસીને. ૩

સમજી વિચારી શામળા રે જીવ જડ્યો તમ સાથ;

નિમષ ન મેલું વેગળા વાલા, મુક્તાનંદના નાથ. હસીને.૪

મૂળ પદ

રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
5
2