તમે નટવર નંદકિશોર છો ઘણું પ્યારા રે, ૨/૪

પદ ર/૪ ૯૧૧

તમે નટવર નંદકિશોર છો ઘણું પ્યારા રે,

તમને મીટેથી મોહનલાલ કરું નહિ ન્યારા રે. ટેક.

તમ કારણ મેં તો શામળા રે સર્વે તજ્યો સંસાર;

તમ સંગ બાંધી પ્રીતડી મારી અલબેલા એક તાર. છો.૧

મંદિર મારે માવજી રે રો રસિયા સુખદેણ;

મુખડું તમારૂં જોઇને મારા ત્રપત ન થાયે નેણ. છો. ૨

આશ ઘણી છે અંતરે રે, શું કહિ દાખુ સુજાણ;

તમ સંગ રમવા કારણે મેં તો કીધું તન કુરબાન. છો. ૩

અણદીઠે અલબેલડા રે, પલક કલપ સમ જાય;

મુક્તાનંદના નાથજી હવે તમ વિના કેમ રેવાય. છો. ૪

મૂળ પદ

રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી