મેં તો તમ સંગ જોડી પ્રીત્ય શામ સુહાગી રે;૩/૪

પદ ૩/૪ ૯૧૨

મેં તો તમ સંગ જોડી પ્રીત્ય શામ સુહાગી રે;

તારૂં રૂપ જોઇ વ્રજરાજય લગની લાગી રે. ટેક.

સુંદર નેણ સોહામણા રે, કુંડળ ઝળકે કાન;

હસતુ વદન વિલોકતાં હું તો મગન થઇ મસ્તાન. શામ. ૧

ભાલ વિશાલ બિરાજતું રે, શિશ સોરંગી પાઘ;

ફૂલડાના તોરા જોઇને મારે અધિક વધ્યો અનુરાગ. શામ. ૨

હિંડલતા શુભ હારમાં રે, ભમર કરે ગુણગાન;

એ છબી ખુંતી અંતરે મન માન્યું છે ભીનેવાન. શામ. ૩

નેણુને શાને નાથજી રે, શામ કરી ચકચુર;

મુક્તાનંદના નાથજી હવે નિમષ ન મેલું દૂર. શામ. ૪

મૂળ પદ

રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી