જીવન જીવું છું પ્રભુ તારા વિશ્વાસમાં ભક્તવત્સલ ભગવાન રે.....અંતરનાજામી ઉગારજો ૧/૧

જીવન જીવું છું પ્રભુ તારા વિશ્વાસમાં,
ભક્તવત્સલ ભગવાન રે..... અંતરનાજામી ઉગારજો
સંસારી સાગરની વશમી મુસાફરી,
ભુલાવે છે સાન ભાન રે..... અંતરના..
માયિક ઉપાધી લોઢ મોટા લોઢાય છે,
માનવ તન નૌકા હેરાન રે..... અંતરના..
ધીરજ રૂપી શઢ લાગ્યો છે તૂટવા,
જબરૂં જામ્યું છે તોફાન રે..... અંતરના..
બુડતાં બચાવો નાથ જીવનનું નાવડું,
નહીંતો થવાશે બેભાન રે..... અંતરના..
અંતરની આશ પ્રભુ આથમતી જાય છે,
ક્યાંથી ગવાશે ગુણગાન રે..... અંતરના..
વસમી વેળાની અવિનાશી લ્યો ધ્યાનમાં,
શામળીયા થડ સાવધાન રે..... અંતરના..
મનમોહન પ્રભુ સહજાનંદ શ્રી હરિ,
આવી સંભાળો સુકાન રે..... અંતરના..

સં- 2007 ના અષાઢ વદ - 5 ને સોમવાર. 

મૂળ પદ

જીવન જીવું છું પ્રભુ તારા વિશ્વાસમાં

મળતા રાગ

મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી