નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમા૧/૪

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમાં;
મોહી છું પ્રેમથી પીયુડા, તારી ચાલમાં...ટેક.
તારા રૂપમાં નાથ રહું સાથે સદા,
તમે ઝાલ્યા છે હાથ રહું સાથે સદા,
શોભે છે, રૂપકડી ટીબકડી તારા ગાલમાં,
અનેરો ચાંદલો શોભે છે તારા ભાલમાં...નાવલિયા૦ ૧
મળ્યો તમારો પ્યાર મને અતિ ઘણો,
તુંતો મારો ભરથાર મને વાલો ઘણો,
જીવું છું, જીવન હે જીવન તારા તાલમાં,
ચોરાણું ચંચળ મારું મન તારા વાલમાં...નાવલીયા૦ ૨
કહે જ્ઞાનજીવન મને વાલા તમે,
મારું તન ને મન સદા તમને નમે,
રહીશ હું, નાથજી તમારી સર્વે હાલમાં,
ફસાણી વાલમજી તમારી મોહજાળમાં...નાવલીયા૦ ૩

મૂળ પદ

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી