જોતાં રસિયાજી રૂપ તમારું રે, ગુણવંત થૈ ગેલી, ૪/૪

પદ ૪/૪ ૯૪૨

જોતાં રસિયાજી રૂપ તમારું રે, ગુણવંત થૈ ગેલી,

મુને તમ વિના લાગે સર્વ ખારૂં રે, લોક લજયા મેલી. ટેક

શ્યામ સુંદર તારા છોગાને જોઇ,

હાંરે તેમાં મનડું રયું છે મારું મોઇ રે. ગુણવંત ૧

ફૂલડાના તોરા કેરી અતિ છબી છાઇ,

હાંરે તેમાં ભમર રહ્યા છે લલચાઇ રે. ગુણવંત ૨

મુખ જોઇ માવ પૂરણ શશી લાજે,

હાંરે કાને ફૂલડાના ગુછ બીરાજે રે. ગુણવંત ૩

અંગોઅંગ શ્યામ અજબ છબી તારી,

હાંરે જાય મુક્તાનંદ બલીહારિ રે. ગુણવંત ૪

મૂળ પદ

તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી