મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી૧/૪

પદ ૧/૪ ૯૪૭

રાગ : પંકજ

મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી. ટેક

નેણુંની સાને મુને વસ્ય કરી લીધી રે,

કુલ મરજાદા મેં તો સર્વે ત્યાગી. મનોહર ૧

રૂપ જોઇને હું તો પરવસ્ય થઇ છું રે,

રસિયાજી રંગે તારે હું અનુરાગી. મનોહર ૨

ચોરાસીના પાણી વ્હાલા હવે નહિ ભરીયે રે,

જનમ મરણ કેરી ગાગર ભાંગી. મનોહર ૩

મુક્તાનંદના રે નાથ રસીલા રે,

તમ સંગ રમવા હું તો ઝબકી જાગી. મનોહર ૪

મૂળ પદ

મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી