મનોહર નેણ તમારા ચોરે ચિત્ત શામ અમારા.૩/૪

પદ ૩/૪ ૯૪૯

મનોહર નેણ તમારા ચોરે ચિત્ત શામ અમારા.ટેક

નેણ તમારા વાલા આળીગારા રે,

વ્રજ વિનતાના ઠીકો ઠીક ઠગારાં. મનોહર ૧

કોટિ બ્રહ્માંડના કરતાને હરતા રે.

પ્રેમીજનને એ લાગે પ્રાણથી પ્યારા રે. મનોહર ૨

પ્રીત વધારી જાણે ન મળે નાણાં રે,

તાણે ચિત્ત શાનમાં એવા કામણગારે. મનોહર ૩

મુક્તાનંદ કહે નેણું ને જોઇ ર,

મારૂં મન મોયું જાણી સહુથી સારા રે. મનોહર ૪

મૂળ પદ

મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી