નટવર નંદ દુલારા તમે મુને પ્રાણથી પ્યારા.૪/૪

પદ ૪/૪ ૯૫૦

નટવર નંદ દુલારા તમે મુને પ્રાણથી પ્યારા. ટેક

પ્રાણથી પ્યારા તમે હાર હૈયાના રે,

પ્રીતમ પલ ન રેજો મુજથી ન્યારા. નટવર ૧

તમને જોયા વિના ડોલું છું દિવાની રે.

જોઇ જોઇ હાસ કરે છે લોક નઠારા. નટવર ૨

તમ વિના વાલા મુને પલ જુગ જેવી રે,

તન તજવાને ઇચ્છે પ્રાણ અમારા. નટવર ૩

મુક્તાનંદના રે શામ સુહાગી રે,

આવો પ્રેમીના પ્રીતમ પ્રાણ આધારા. નટવર ૪

મૂળ પદ

મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી