ભજી લે મનભાવથી રે, પ્રભુ નામ સમરને ઘડીપળેજી ૧/૧

ભજી લે મનભાવથી રે, પ્રભુ નામ સમરને ઘડીપળેજી,
પૂણ્ય ઉદય થયાં પુરવનાંરે, આવું નરતન ક્યાંથી મળે..... ભજીલે..
દેહ મનુષ્યનો દુર્લભ જાણીને, દેવ બહુ ઇચ્છા કરેજી,
હાથ આવ્યો છે ચિંતામણીરે, હવે ઘર ઘર શું રજળે..... ભજીલે..
બહુ ઘેરાણાં ઘર ધંધામાં, મનમાન્યું તું તો રળેજી,
ઢગ વાળ્યો તે ઢુંસા તણો રે, એમાં કણ ગોત્યો નહીં જડે..... ભજીલે..
જાણી જોઇને પાણી વલોવે, એમાં માખણ ક્યાંથી નીકળેજી,
ગોરસ લે પ્રભુનામ નારે, એમાં અમુલખ અમૃત ઝરે..... ભજીલે..
રટણ કરી લે પ્રેમથી રે તારા, કાજ બધાંએથી ફળેજી,
મનમોહન ઘનશ્યામ ભજી લે, તારાં અગણિત પાપ બળે..... ભજીલે..
નરતન આવું નહીં મળે, સમરી લે પ્રભુનામ,
ભજીલે મનવા ભાવથી, મનમોહન ઘનશ્યામ.
સં. 2005 - મહાશુદ - 3 મંગળવાર.

મૂળ પદ

ભજી લે મનભાવથી રે, પ્રભુ નામ સમરને ઘડીપળેજી

મળતા રાગ

ખોમાં હીરો હાથથીરે, આવો અવસર પાછો નહીં મળે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી