ગિરધારી રે તમે કરુણાના સાગર કાવો, ૨/૪

પદ ર/૪ ૯૬૪
 
ગિરધારી રે તમે કરુણાના સાગર કાવો,મારા તનડાના તાપ બુઝાવો.  ટેક
હું તો વાલમજી તારે વસ્ય થઇ રે,શાને મારે મંદિરીયે નાવો.  ગિરધારી ૧
મેં તો તમ કારણે શણગાર સજ્યો;મુને બાંય ગ્રહિ નો બોલાવો.  ગિરધારી ૨
મેં તો તન, મન, ધન, તમ કાજ કર્યું;મારે શિર નથી જગનો દાવો.  ગિરધારી ૩
વાલા મુક્તાનંદના નાથ ગુણી,મુને લટકેશું લાડ લડાવો.  ગિરધારી ૪

મૂળ પદ

રસીયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી