આ જગમાંહી આવીને તેં શું શું કમાણી કરી અંતરની તે જુરીમાંહી શું શું વસ્તુ ભરી ૧/૧

 આ જગમાંહી આવીને તેં શું શું કમાણી કરી,

અંતરની તે જુરીમાંહી શું શું વસ્તુ ભરી,
રે મન વિચારી જો જરી, કમાણી ખોટી છે કે ખરી.
રાતદિવસ રળતો ધન કાજે, ખોટાં સાચાં કરી,
પરમારથમાં પાઇ ન ખરચી, તે ધન નાખ્યું દળી -                રે મન..
માતપિતાને સંતજનોની, જો સેવા નવ કરી,
સંતોષ્યાં નહીં ગુરુજનોને, આદર ભાવે કરી -                         રે મન..
પરનારીને નિરખવી નહીં કુડા દ્રષ્ટી કરી,
પુણ્ય બધાં પરવારી જાશે, તે નહીં ખોટું જરી -                      રે મન..
આઠ પ્રહરમાં એક ઘડીજો, આરાધ્યા નહીં હાંરે,
પરમેશ્વર વિનાની સઘળી, બાજી ધૂળમાં મળી -                     રે મન..
સાચું નાણું પ્રભુ નામનું જાય કદિ નવ સળી,
અંતરની અદભુત તે જુરી એથી દે જે ભરી -                         રે મન..
મનમોહન ઘનશ્યામ ભજીલે, પૂરણ પ્રેમે કરી,
ભવસાગરની પાર ઉતારે, શ્રી સહજાનંદ હરિ -                      રે મન..
તેજુરી અંતરતણી, ભરતાં કરો વિચાર
મનમોહન પ્રભુ નામનું, સાચું નાણું સાર.
 
સં. 2010 જેઠ શુદ - 9 બુધવાર.
 

મૂળ પદ

આ જગમાંહી આવીને તેં શું શું કમાણી કરી

મળતા રાગ

વય વિનાના ધ્રુવ વનમાં ચાલ્યા જાચવાને હરિ

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી