જીંદગી વિતી જશે પળવારમાંરે સ્નેહે સમરો સરજનહાર ૧/૧

જીંદગી વિતી જશે પળવારમાંરે,
સ્નેહે સમરો સરજનહાર -  જીંદગી..
મોંઘો દેહ મનુષ્યનો પામીને રે,
કરજો વણમુલો વેપાર -  જીંદગી..
ખાતાં પીતાં સુતાં બેસતાં રે,
સમરો શામળીયો કિરતાર -  જીંદગી..
નિર્ભય નાણું કરજો એકઠું રે,
હરિના નામ રૂપી કલદાર -  જીંદગી..
ગાફલ રહેતા હાંસલ હારસો રે,
ન મળે નુકશાની નો પાર -  જીંદગી..
સુત વિત્ત દારાની સંગાથમાં રે,
એળે જાયે છે અવતાર -  જીંદગી..
અવસર અણમુલો વહી જાય છે રે,
કરજો ચિતમાંહી વિચાર -  જીંદગી..
મનમોહન સહજાનંદ શ્યામનું રે,
સમરણ કરતા બેડો પાર -  જીંદગી..
વિતી જાશે જીંદગી, નથી કાંઇ નીરધાર,
મનમોહન ઘનશ્યામને, ભજતાં બડો પાર.

સં. 2012 કારતક વદ - 5 રવિવાર. 

મૂળ પદ

જીંદગી વિતી જશે પળવારમાંરે

મળતા રાગ

હંસલો ચાલ્યો જવાનો એકલો રે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી