દિવસ ત્રણસો સાઠ વિતાવી આ સંવત્સર સરી ગયો ૧/૧

દિવસ ત્રણસો સાઠ વિતાવી

આ સંવત્સર સરી ગયો

જીવનની અણમોલ ઘડીઓ

દીપોત્સવી દિન હરિગયો

વર્ષ તણી અંતિમ રજનીમાં

દીપક જ્યોતિ કરી ગયો

સરતો સંવત્સર સૂચવે છે

હરિ સ્મરણનો વખત થયો

નવલ પ્રભાતે પ્રભુ પ્રેમની

રંગોળી હ્રદયે પૂરજો

અંતર મંદિરિયાની માંહી

ભક્તિ રસ ઝરણાં ભરજો

બને તેટલું આઠ પ્રહરમાં

પ્રભુ ભજન પ્રિતે કરજો

મનમોહન ઘનશ્યામ પ્રભુનું

નામ રટણ નિત્યે કરજો.

સં. 2011 દીપોત્સવી.

મૂળ પદ

દિવસ ત્રણસો સાઠ વિતાવી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી