લાગી છે લગન મુને તારી રે કાનડ કાલા૪/૪

પદ ૪/૪ ૧૦૦૨

લાગી છે લગન મુને તારી રે કાનડ કાલા .ટેક

તમ અરથેં મેં તોં ત્યાગ કર્યા છે સગાને સંબંધી દુઃખકારી રે. લાગી ૧

તમ સંગ રમવા કાજ કોડીલા, લોકની લાજ વિસારી રે. લાગી ૨

રાત દિવસ હું તો રટણ કરૂં છું, ફૂલડે સેજ સમારી રે. લાગી ૩

મુક્તાનંદના નાથ તમારી, ચડી મુને અખંડ ખુમારી રે. લાગી ૪

મૂળ પદ

મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી