પ્રભુને વંદન વારંવાર જાણ્યા જગત સરજનહાર ૧/૧

પ્રભુને વંદન વારંવાર જાણ્યા જગત સરજનહાર - પ્રભુને વંદન

સ્થાવર જંગમ જડ ચેતનના, એ પ્રભુ રચનારજી.

સકળ વિશ્વના નાથ મારા, પોતે પાલનહાર - પ્રભુને વંદન

કીડીને પ્રભુ કણથી પોષે, હાથીને હારો દેનારજી.

હંસપામે મોતી ચારો, દેડકગારા અપાર - પ્રભુને વંદન

જનની ગર્ભે જીવ વસતા, પોષણ ત્યાં કરનારજી.

જનેતાને પ્રસવ થાતા, દૂધથી ભરનાર - પ્રભુને વંદન

પ્રભુમારા ઘટે ઘટમાં, વાસછે વસનારજી.

સંતજનના શુદ્ધ હ્રદયે, નિરંતર રહેનાર - પ્રભુને વંદન

કળામારા નાથનીરે, જેનો કોઇ ન પામે પારજી.

મનમોહન ઘનશ્યામ મારા, જીવનના આધાર - પ્રભુને વંદન

વંદન વારંવાર હો, જગતતણા રચનાર,

મનમોહન ઘટઘટ વિષે, નાથ તમ વસનાર.

સં. 2005 મહાશુદ 15 રવીવાર.

મૂળ પદ

પ્રભુને વંદન વારંવાર જાણ્યા જગત સરજનહાર

મળતા રાગ

કર મન ભજનનો વેપારજી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી