રાખીલે શુદ્ધ સદાચાર, હરિ તારા અંતરમાં આવશે સુખ તને મળશે અપાર ૧/૧

રાખીલે શુદ્ધ સદાચાર, હરિ તારા અંતરમાં આવશે

સુખ તને મળશે અપાર, પ્રભુ તારા અંતરમાં આવશે

સત્ય દયા તપ શૌચને તું સેવજે, ધર્મતણાં ચરણ છે ચાર - પ્રભુતારા..

પંચવિષયમાં પૂરા વિવિકથી, પારખ જે સારને અસાર - પ્રભુતારા..

આહાર શુદ્ધિ અધિક છે જરૂરની, નાશ કરે સઘળા વિકાર - પ્રભુતારા..

હરતાં ને ફરતાં હરિને સમરને, મળ્યો માણસનો અવતાર - પ્રભુતારા..

તારી ફરજ તું બજાવી લે ખંતથી, હરદમ થઇ હોંશીયાર - પ્રભુતારા..

માયાના બંધનથી આવશે મૂકાવવા, સત્ય હશે તારો પૂકાર - પ્રભુતારા..

મનમોહન પ્રભુ સહજાનંદ શ્રી હરિ, ઉતારે ભવસાગર પાર - પ્રભુતારા..

સત્ય-દયા, તપ, શૌચના, સેવો સદાચાર

મનમોહન પ્રભુ આવશે - અંતરમાં તત્કાળ

સં. 2010 જેઠ શુદ - 9 બુધવાર.

મૂળ પદ

રાખીલે શુધ્ધ સદાચાર, હરિ તારા અંતરમાં આવશે

મળતા રાગ

હરિ તારા છે હજાર નામ

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી