રે મન કરને તપાસ, કેમ રહે અંતરમાં શ્રી હરિ ૧/૧

રે મન કરને તપાસ, કેમ રહે અંતરમાં શ્રી હરિ,

હ્રદય મંદિર નથી સાફ, કેમ રહે અંતરમાં શ્રી હરિ,

અંતર મંદિરમાં ઉકરડો છે ભર્યો,

કામતણી કડવી છે વાસ - કેમ રહે..

ક્રોધ, લોભ, મોહ, તણો કચરો અપાર છે,

માનતણો મોટો નિવાસ - કેમ રહે..

આશાને તૃષ્ણાનો દરિયો જ્યાં ઉછળે,

મત્સર મગરનો છે વાસ રે - કેમ રહે..

ઇર્ષાના અગ્નિએ અંતર સળગી રહ્યું,

કેમ કરે વાસ અવિનાશ - કેમ રહે..

સુખને સંતોષ તને શી રીતે સાંપડે,

સળગાવ્યો સારો અવાસ - કેમ રહે..

કેવળ દુ:ખદાયક તેં કીધો છે દાખડો,

નોતરીયો નક્કી વિનાશ - કેમ રહે..

મનમોહન શ્રી સહજાનંદ શ્યામને,

આજ તે કર્યા છે ઉદાસ - કેમ રહે..

અંતરના મંદિરમાં, પૂરણ કરો તપાસ

મનમોહન ઘનશ્યામજી, કેમ થયાં ઉદાસ

સં. 2010 જેઠ શુદ - 9 ને બુધવાર.

મૂળ પદ

રે મન કરને તપાસ, કેમ રહે અંતરમાં શ્રી હરિ

મળતા રાગ

હરિ તારાં છે હજાર નામ ક્યે નામે લખવી કંકોત્રી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી