મેં તો સગપણ કીધું રે કે સુંદરવર સાથે; ૨/૪

પદ ર/૪ ૧૦૩૩

મેં તો સગપણ કીધું રે કે સુંદરવર સાથે;

કરુણા કરી પૂરણ રે કે હરિવર ગ્રહી હાથે.૧

મેં તો જપ તપ તીર્થ રે કે સાધન નવ કીધું;

મારૂં મનમોહનથી રે કે સર્વ કારજ સીધું ૨

જેનું ધ્યાન ધરે છે રે કે અજ શંકર જેવા;

તેના ચરણ કમળની રે કે મળી મુજને સેવા. ૩

મુજને કીધી પોતાની રે કે હરિ અંતરજામી;

થયા રસીયોજી રાજી રે કે બળવંત બહુનામી. ૪

મારે શ્યામ સુંદરશું રે કે દ્રઢ લગની લાગી;

વ્હાલે મુક્તાનંદને રે કે કીધી મને બડભાગી. ૫

મૂળ પદ

મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી