પીયુડા પ્રેમથી પધારો મારે આગણે૨/૪

પીયુડા પ્રેમથી પધારો મારે આંગણે,
વાલીડા જનમ સુધારો આવો હમણે ... ટેક.
હું તો જોઉ છું વાટ સદા તારી શ્રીજી,
હું તો જીવું તું માટ નથી ઇચ્છા બીજી;
સુખાળા, આવી આપો સુખ મારે આંગણે,
ભેટીને ભાવે ચુમુ મુખ આવો હમણે...પીયુડા૦ ૧
તારી કાયાનો સાથ મને વાલો લાગે,
રહેજો સદા સંગાથ હૈયુ એવુ માગે;
પડી છું, પ્રેમમાં તમારા આવો આંગણે,
મારી આ શય્યામાં સુનારા આવો હમણે...પીયુડા૦ ૨
મારી ભૂલોને માફ વાલા કરજો તમે,
મારા બાળીને પાપ મને વરજો તમે;
તમારી, જ્ઞાનસખીના પ્રાણ આવો આંગણે,
જાણીને મનડા કેરી તાણ આવો હમણે...પીયુડા૦ ૩

મૂળ પદ

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0