નયણુની સાને રે કે મન મારૂં લીધું હરી; ૪/૪

પદ ૪/૪ ૧૦૩૫

નયણુની સાને રે કે મન મારૂં લીધું હરી;

શ્યામળીયાની સંગે રે કે હવે હું તો બેઠી ઠરી. ૧

મોહનવર વોણું રે કે પળ નવ જાય રહ્યું.

એનું સુખડું અલૌકિક રે કે મુખ નવ જાય કહ્યું.૨

મેં તો હરિવર સંગે રે કે જાણી રસ રીતલડી;

ટળી પીંડ બ્રહ્માંડથી રે કે હવે મારી પ્રીતલડી. ૩.

મારૂં મન હરિવોણું રે કે અવળું નવ ડોલે;

ગુંજા રતન ગણું નહિ રે કે હવે હું તો એક તોલે. ૪

થઇ વિમળ વિવેકી રે કે હરિવરને પામી;

વ્હાલે મુક્તાનંદને રે કે સાયો કર બહુનામી. ૫

મૂળ પદ

મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી