પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે ૩/૮

પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે;
	વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થેઈ થેઈ નાચે રે...પ્રેમ૦ ૧
મોટા મુનિવર દેહ દમીને, આત્મ દર્શન ઇચ્છે રે;
	પિંડ બ્રહ્માંડની પ્રીત તજે પણ, પ્રેમનો રાહ ન પ્રીછે રે...પ્રેમ૦ ૨
પ્રેમનો મારગ શુકજી પ્રીછે, કાં પ્રીછે વ્રજનારી રે;
	મુનિ નારદ રહે મગન પ્રેમવશ, કાં વૃષભાન કુમારી રે...પ્રેમ૦ ૩
પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તારા રે;
	મુક્તાનંદ કહે પ્રેમનો મારગ, પ્રીછે તે પ્રભુજીને પ્યારા રે...પ્રેમ૦ ૪
 

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી