નયન ઠરે મારાં તમને નિહાળી, શ્યામ સુંદર સુખકારી રે ૫/૮

નયન ઠરે મારાં તમને નિહાળી, શ્યામ સુંદર સુખકારી રે;
	છેલ છબીલા શ્યામ તમારી, બાનકની બલિહારી રે...નયન૦ ૧
રૂપ તમારું રસિક સલુણા, જોતાં તૃપ્તિ ન થાય રે;
	ગુણસાગર તારા ગુણમાં લોભાણી, તમ વિના પળ ન રહેવાય રે...નયન૦ ૨
વાલમજી તારાં વચન સુણીને, મુજને મોહની લાગી રે;
	તમ વિના શ્યામ ગમે નહિ બીજું, ભ્રમણા તે સર્વે ભાગી રે...નયન૦ ૩
હાલરની લકરીની પેરે, નિમિષ ન મેલું ન્યારા રે;
	મુક્તાનંદના નાથ મનોહર, પરમ સ્નેહી પ્યારા રે...નયન૦ ૪
 

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી