રસિકરાય મારે મોલ પધારો, ગુણસાગર ગિરધારી રે ૬/૮

રસિકરાય મારે મોલ પધારો, ગુણસાગર ગિરધારી રે;
	શ્યામ સુંદર હું તો સરવસ તમ પર, વાલમ નાખું વારી રે...રસિક૦ ૧
ફૂલડે સેજ સમારી સુંદર, કોડીલા તમ કાજે રે;
	છોગાં મેલીને આવો શ્યામળિયા, ડરશો મા લોકની લાજે રે...રસિક૦ ૨
જન્મો જન્મની હું દાસી તમારી, નાથ તમે શીર મારે રે;
	ચાત્રકની પેર છેલ છોગાળા, રંગ રાચી હું તારે રે...રસિક૦ ૩
અધર અમૃત રસપાન કરાવો, અલબેલા ઘેર આવી રે;
	મુક્તાનંદના નાથ કાં ના’વો, લાડકડા લલચાવી રે...રસિક૦ ૪
 

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
દરબારી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વંદન
Studio
Audio & Video
0
0