નટવર તમ સંગ નેહ બંધાણો, પરવશ થઇ હું તો પ્યારા રે;૭/૮

પદ ૭/૮ ૧૦૪૬
નટવર તમ સંગ નેહ બંધાણો, પરવશ થઇ હું તો પ્યારા રે;
બપૈયાની પેર બની છું, નાથ રહો કેમ ન્યારા રે.ટેક
નંદનંદન તારા નેણને બાણે, મનડું વેંધાણું છે મારૂં રે.
જીવલડો તમ સાથે જડાણો, ધીરજ કેમ કરી ધારું રે. નટવર ૧
જળ વિના મીન મરે એક પળમાં, તેમ મારી ગતી જાણો રે,
વ્રેહવતી હું તો વિનતી કરું છું, નાથ દયા દીલ આણો રે. નટવર ૨.
મનમોહન તમે મારે મંદિરિયે, અખંડ રહો અવિનાશી રે,
મુક્તાનંદના નાથ રસીલા, જાણી પોતાની દાસી રે. નટવર ૩

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0