પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે ૧/૪

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે;
	પ્રગટ વિના જે ભૂત ભવિષ્ય હે, સો સુપને મેં ન ભાવે...પ્રગટ૦ ૧
જોગી જંગમ તપસી સંન્યાસી, પ્રોક્ષ હી મોક્ષ બતાવે;
	પ્રગટ પ્રીછ વિના પછિહારે, કુકસ કૂટી ઉડાવે	...પ્રગટ૦ ૨
પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ વિના મન નાવે;
	પ્રગટ મોક્ષ કા પંથ બતાવે, પ્રગટ ભાવ ઉર લાવે	...પ્રગટ૦ ૩
પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમરસ, પ્રગટ સો ભરભર પાવે;
	પ્રગટ પ્રમાણ પ્રાણજીવન પર, દાસ મુકુંદ બલજાવે	...પ્રગટ૦ ૪
 

મૂળ પદ

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે

મળતા રાગ

ઢાળ : દ્વાર પડયો ગુન ગાઉં

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- સ્વામીનારાયણ સંપ્રદાયનો સોનલવર્ણો સૂર્ય મુમુક્ષુઓના અંતરાકાશમાં ઉદય પામી આચારના આભે અજવાળી રહ્યોછે. બ્રહ્મજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી મતપંથીઓની આંખોને આંજી રહ્યો છે. સનાતન વૈદિક ધર્મનાં જીર્ણ થયેલાં ક્લેવરનો કાયાકલ્પ કરી તેમાં નવો પ્રાણ પૂરવા પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પ્રભુ સંનિષ્ઠ સદ્ગુરુ મુક્તાનંદસ્વામી જેવા સંતના સહારે સત્સંગ વિચરણ કરી સ્વસ્વરૂપને પ્રકાશતા થકા સરધારથી ગોંડલ પધારે છે. શ્રીહરિને આવતા સાંભળી ગોંડલનાં જાડેજા ક્ષત્રિય રાજા હઠીભાઈ તેમણે તથા ભક્ત ડોસાભાઈ,જેઠાભાઈ,રાઘવભાઈ,રૂડાભાઇ આદિક ભાવિક ભક્તોએ ધામધૂમથી સામૈયું કર્યું. અને વાજતે ગાજતે પ્રભુને પૂરમાં પધરાવ્યા. સાંજે સભા થઈ. તેમાં શ્રીહરિએ મુક્તાનંદસ્વામીને કીર્તન ગાઈ વાતો કરવાનું કહ્યું. એટલે સંગીતજ્ઞ સંતોએ સાજ તૈયાર કર્યા. મુક્તાનંદસ્વામીએ રાજાનાં હૈયામાં ઘોળાતા વિચારોને કીર્તનનું સ્વરૂપ આપી નવરચિત પદારંભ કર્યો. રાજા હઠીભાઈ મુમુક્ષુ હતા. પરંતુ ઘોર કળિકાળમાં પ્રગટ ભગવાન ન હોય તેવું તેઓ માનતા હતા. જેથી તે અંતરમાં વિચારી રહ્યાં હતાં, કે આ સ્વામીનારાયણ ભગવાનને સૌ પ્રગટ ભગવાન કહે છે. પણ તે વાત કેમ માન્યામાં આવે ? આમ વિચારી રહેલા રાજાને પ્રસ્તુત કીર્તન સંભળાવી-સમજાવીને સાકાર સ્વરૂપ સહજાનંદસ્વામીના પ્રત્યક્ષપણાનો નિશ્ચય સ્વામીએ કરાવ્યો. તો આવો ! આપણે સૌ એ ગોંડલના રાજા હઠીભાઈના દરબારમાં રચાયેલાં અને ગવાયેલાં પ્રગટ ઉપાસનાનાં પદોનો પરમાનંદ અત્રે માણીએ.

વિવેચન

ભાવર્થઃ- મુક્તાનંદસ્વામી રાજા હઠીભાઈને ઉદ્દેશીને કહે છે. “હે રાજન! અમે તો પ્રગટના જ ગુણ ગાઈએ અને એનાજ દર્શન કરીએ, ત્યારે જ અમને પૂર્ણ પરમાનંદ પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં થયેલા અનંત અવતારો કે ભવિષ્યકાળમાં થનાર અનંત અવતારો, ભલે સર્વ શક્તિસભર હોય પરંતુ વર્તમાનકાળે આ પ્રગટ શ્રીહરિથી જે આનંદની અનુભૂતિ થાય છે, તેમાં જ પૂર્ણપણું મનાય જાય છે, તેવું પરોક્ષ અવતારોના ગુણગાન ગાવાથી પૂર્ણપણું મનાતું નથી. પૃથ્વી પર વિચરનારું સ્વરૂપ આપણી દ્રષ્ટિએ ભલે અલ્પ લાગતું હોય, પરંતુ તે આત્યંતિક મોક્ષ કરવામાં મહદ્ અંશે ઉપયોગી હોય છે. અર્થાત પ્રગટ વિના આત્યંતિક મોક્ષ થતો જ નથી. માટે જ અમને પ્રગટ પ્રભુ વિના બીજું સ્વપનામાં પણ આવતું નથી. જોગીઓ અને તપસ્વીઓ પરોક્ષ ભગવાનનું ભજન કરવાથી મોક્ષ થાય છે, એમ બતાવે છે. પણ હે રાજન ! પ્રગટ પ્રભુની ઓળખાણ વિના તો એ વાત કૂસકાં ખાંડવા બરાબર છે. II૧II પ્રગટ ભગવાનની ભક્તિ કરવાથી આ ને આ દેહે સર્વ અર્થની પ્રાપ્તિ થાય છે. એટેલે જ પ્રગટ વિના બીજે મન માનતું નથી. હે રાજન ! જો આ શ્રીહરિને વિશે પ્રત્યક્ષપણાનો ભાવ આવે તો આત્યંતિક મોક્ષનો પંથ સરળ અને સુગમ બને છે. પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ સહેલી નથી. જીવનમાં એકવાર પૂર્ણપુરુષોત્તમની પ્રાપ્તિ થાય. જેને પરમાત્મા સાથે આનંદક્રીડા કરવાની તક સાંપડે તથા દર્શ-સ્પર્શનું સુખ સર્વે ઈન્દ્રિયોને મળે, પછી એને ક્યું સુખ પામવાની અપેક્ષા રહે ? અર્થાત્ પ્રગટાનંદના પરમાનંદનો આનંદ માણ્યા પછી સાંસારિક વિષય રસોમાંથી સહેજે અરુચિ થઈ જાય છે. એવો પ્રગટ પ્રભુના પ્રેમરસનો પ્રતાપ છે. એટલે જ મુક્તાનંદસ્વામી પદાંતે પૂર્વાશ્રમના નામનું નામાચરણવાળી કહે છે કે, “ હે રાજન ! આ પ્રગટ પ્રમાણ પ્રાણજીવન ઉપર હું બલિહારી જાઉં છું. આપને વિશેષ તો શું કહું ? પણ પ્રગટ ભગવાનના આશરા વિના સાધકનુ ચિત્ત કદી ઠરીને ઠામ થતું નથી. એ નિર્વિવાદ છે. જુઓ અસાર અને નાશવંત પંચવિષયના સુખથી ઉત્પન્ન થતું સાંસારિક સુખ પામવામાં પણ બધી વાત પ્રગટ જ જોઈએ છે, તો અવિનાશી અને ચિર આનંદને પામવામાં પ્રગટાનંદની કેટલી આવશ્યક્તા હશે ? માટે રાજન ! આપ ઝાઝું ન સમજો તો કાંઈ નહીં, પણ એટલું તો ચોક્કચ માનજો કે, “નામીએ રહિત નામ, કરી શકે ન કામ , નામીએ સહિત નામ પળમાં કરી દે કામ.” નિશાન વિનાનાં બાણમાં ઘા ખાલી જાય તેમ પ્રગટ પ્રભુની શરણાગતિ વિનાની સાધના એકડા વગરનાં મીંડા, વર વિનાની જાન અને પુત્ર વિનાના પારણાં જેવી છે. જે ભક્તની તમામ સાધનાનું ધ્યેય ‘ પ્રગટ પ્રભુ’ જ હોય તો એને પ્રુથ્વીનું વેજું છે. એ તો અલ્પ સાધનાએ મહદ્ પ્રાપ્તિ કરી શકે છે. પ્રગટ પ્રભુની પ્રસન્નતાના પાત્ર બનવાની અપેક્ષા ધરાવાનારને તો વર્તમાનકાળ સુધરી ગયો અને જેનો વર્તમાન કાળ સુધર્યો તેના બધા જ કાળ સુધરી ગયા. ભવિષ્યકાળને સુધારવાની ચિંતા કરનાર પરોક્ષવાદી છે. એ કદી પ્રગટ પ્રભુની પ્રસન્નતારૂપ મોક્ષ મેળવી શક્તા નથી. હે સુજ્ઞ રાજન ! આપણા તો મહદ્ ભાગ્ય છે આપણે તો, પ્રગટ દર્શન, પ્રગટ પ્રસન્ન, પ્રગટ કહેવુ સુણવું વળી, અતિ મોટી એહ વારતા, માનો વણ મળ્યાની મળી. આમ, ગોંડલના દરબાર હઠીભાઈને મુક્તાનંદ સ્વામી પ્રગટ ભક્તિનાં નવરચિત પદો સંભળાવતા જાય છે અને પ્રગટ સ્વરૂપ નિર્ભયપણે ઓળખાવતા જાય છે. આધારાનંદસ્વામી સ્વરચિત હરિચરિત્રામૃત સાગરમાં નોંધ છે કે તે ગોંડલની સભામાં મુક્તમુનિએ આવાં પ્રગટ ઉપાસનાનાં લગભગ પંદરેક પદો ગાયાં છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
1
0