ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એ કેને વાત કહ્યાની ૨/૪

ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એ કેને વાત કહ્યાની...ટેક.
વીતી હોય તે રે હો જાણે, અણસમજ્યા મર ઈર્ષ્યા આણે...૧
જે રસ મુનિવર રે હો માણે, વાલે મારે સુગમ કર્યો આ ટાણે...૨
પ્રેમીજનનો રે હો પ્યારો, મુજને મળિયા નંદદુલારો...૩
મહારસ મુજને રે હો આપ્યો, સંશય ભ્રમ સમૂળો કાપ્યો...૪
હવે હું મહાસુખ રે હો પામી, મળિયા મુક્તાનંદના સ્વામી...૫
 

મૂળ પદ

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0