મહાસુખ મુજને રે હો આપ્યું, સંકટ જન્મ મરણનું કાપ્યું ૩/૪

મહાસુખ મુજને રે હો આપ્યું, સંકટ જન્મ મરણનું કાપ્યું...ટેક.
પુણ્ય પૂરવનાં રે હો મળિયાં, મળતાં તાપ હૃદયના ટળિયા...૧
દરશન દુર્લભ રે હો પામી, હવે મારી સકળ વેદના વામી...૨
આનંદ ઉરમાં રે હો ભારી, હવે હું ન રહું કોઈની વારી...૩
હરિ સંગ હેતે રે હો બંધાણી, હવે મને ન ગમે બીજી વાણી...૪
અખંડ એવાતન રે હો દીધું, કહે મુક્તાનંદ કારજ સીધું...૫
 

મૂળ પદ

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી