બાંય ગ્રહી છે રે હો વાલે, કરુણા કરી નટવર નંદલાલે ૪/૪

બાંય ગ્રહી છે રે હો વાલે, કરુણા કરી નટવર નંદલાલે...ટેક.
હવે નહીં કોઈની રે ઓશિયાળી, શિર પર વિઠ્ઠલવર વનમાળી...૧
ભવ બ્રહ્માના રે હો સ્વામી, મુજને મળિયા અંતરજામી...૨
ઘેર ઘેર લોકડાં રે હો કહે છે, મેણું મુને નંદના નંદનનું દે છે...૩
લાજ ન મનમાં રે હો આણું, અતિશે ભાગ્ય ભલું કરી જાણું...૪
કોઈ વિધિ ન રહી રે હો ખામી, મળિયા મુક્તાનંદના સ્વામી...૫
 

મૂળ પદ

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી