મોહ્યું નયનની સાનમાં રે, મન મોહ્યું નયનની સાનમાં ૩/૯

મોહ્યું નયનની સાનમાં રે, મન મોહ્યું નયનની સાનમાં;
			વાંસલડીના તાનમાં રે...મન૦ ટેક.
કામ ને કાજ મને કાંઈ નવ સૂઝે રે, ગિરધરજીના ગાનમાં રે...મન૦ ૧
આંખડલી અણિયાળી જોઈને રે, કુંડળની છબી કાનમાં રે...મન૦ ૨
મન ગમે તેમ મુખથી બોલું રે, જાણે બેઠી છું રાનમાં રે...મન૦ ૩
મુક્તાનંદ કહે થઈ મતવાલી રે, વાલમજીના વાનમાં રે...મન૦ ૪
 

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી