કાનુડે કાંકરી મારી, સૈયર મુને કાનુડે કાંકરી મારી, ૫/૯

 પદ પ/૯ ૧૦૬૪

 કાનુડે કાંકરી મારી, સૈયર મુને કાનુડે કાંકરી મારી,
 કહિ કહિ વાત નઠારી. ટેક
 બાંહડી મેલાવું તિહાં પાલવ ઝાલે રે, સમજાવી રહી હારી.  સૈયર ૧.
 ઉર પર હાથ અળવ કરી નાંખ્યો રે, તોડ્યો છે હાર હજારી.  સૈયર ૨
 ગોકુળીયામાં કેમ રહેવાશે રે, ન ગણે પરણી કુંવારી.  સૈયર ૩
 મુક્તાનંદ કેમ રહે મરજાદા રે, ઘેલો થયો છે ગિરધારી.  સૈયર ૪

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી