કાનુડાને શું કહીએ, સૈયર હવે કાનુડાને શું કહીએ, ૬/૯

પદ ૬/૯ ૧૦૬૫

 કાનુડાને શું કહીએ, સૈયર હવે કાનુડાને શું કહીએ,
 કહેતા લજાઇ ધુડ્ય થઇ રહીએ. ટેક
 જમુનાજીનો મારગ રોકે રે, કેમ કરી પાણી જઇએ.  સૈયર ૧.
 દાણીનું મિષ લઇ બોલે દિવાનું રે, તે અમે કેમ કરી દઇએ. સૈયર.૨
 આલીંગન કરી આનંદ પામે રે, નિત્ય કેટલુંક સહીએ.  સૈયર.૩
 મુક્તાનંદ મોહનના દુઃખથી રે, કેમ કરી ગોકુળ રહીએ.  સૈયર.૪

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી