દડુલો ચોરિઓ દિવાની ગ્વાલની તેં દડુલો ચોરિઓ દિવાની, ૯/૯

પદ ૯/૯ ૧૦૬૮
દડુલો ચોરિઓ દિવાની ગ્વાલની તેં દડુલો ચોરિઓ દિવાની,
ના કેમ કે' મસ્તાની ગ્વાલની તેં દડુલો ચોરિઓ. ટેક
હમણા આવી પડયો તારે આંગણે રે, ચોરીને રહી છાની. દડુલો ૧
કાલ ગયો એક આજ ગયો છે રે, મળી છે બેઉની નિશાની. દડુલો ૨
ઓ દિશે અંગિયામાં દડુલો રે, લાખ કોટિ સમ ખાની. દડુલો ૩
મુક્તાનંદનો નાથ કહે રાધે રે, આણ્ય ન માનું કંસ રા'ની. દડુલો ૪

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી