પ્યારા મુજને લાગી તારી મોહની, રસિયાવર રે તારૂં જોઇને રૂપ૩/૪


પ્યારા મુજને લાગી તારી મોહની, રસિયાવર રે તારું જોઈને રૂપ
			મુજને લાગી તારી મોહની		...૧
તારાં નેણ ચપળ ચિત્તને હરે, મીઠી મુખની રે સુણી વાણી અનુપ	-મુજ૦ ૨
વાંકી પાઘમાં તોરા ઝૂકી રહ્યા, જોતા હૈડે રે ફૂલડાં કેરા હાર		-મુજ૦ ૩
અંગોઅંગમાં આભરણ ફૂલનાં, તેને નીરખી રે વાધ્યો વિરહ અપાર	-મુજ૦ ૪
તારા મુખપંકજને માવજી, જોતા નેણાં રે, મારાં તૃપ્ત ન થાય		-મુજ૦ ૫
તમને અણદીઠે થાઉં હું તો આંધળી, જોતા રસિયા રે હૈડે હરખ ન માય	-મુજ૦ ૬
હું તો પ્રેમદીવાની થઈ રહી, તેણે ભૂલી રે જૂઠો જગ વહેવાર		-મુજ૦ ૭
મુક્તાનંદના પ્રીતમ નહિ તજું, કરી રાખીશ રે મારા હૈડાનો હાર		-મુજ૦ ૮
 

મૂળ પદ

ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાઘ્‍યો પૂરણ પ્યાર

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી