મારા નેણાં ઠરે છે જોઇને, મનમોહન રે તારૂં રુપ રસાળ૪/૪


મારાં નેણાં ઠરે છે જોઈને, મનમોહન રે તારું રૂપ રસાળ
			નેણાં ઠરે છે જોઈને			...૧
માથે મોર મુગટ સોહામણો, કાને કુંડળ રે ઉર મોતીની માળ		-નેણાં૦ ૨
રૂડું મંદ હાસ્ય મનને હરે, વાંકી ભ્રકુટિ રે શોભે ભાલ વિશાળ		-નેણાં૦ ૩
તારાં લોચનની છબી લાલજી, જોતા રસિયા રે વશ થઈ તતકાળ	-નેણાં૦ ૪
કોટી પતિતને પાર ઉતારવા, દ્રગગોચર રે રસિયા તારું રૂપ		-નેણાં૦ ૫
મને પ્રગટ મળ્યા તમે માવજી, સુખદાયક રે કોટિ ભુવનના ભૂપ		-નેણાં૦ ૬
મારું મન તમ સાથે માનિયું, મુને લાગ્યો રે રસિયા તારો રંગ		-નેણાં૦ ૭
મુક્તાનંદના નવલ સનેહીડા, મારા ઉરમાં રે ન સમાય ઉમંગ		-નેણાં૦ ૮
 

મૂળ પદ

ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાઘ્‍યો પૂરણ પ્યાર

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી