હૃદયે જોયું રે, કમળાં કેરું ધામ કે વેણલાં ભલે વાયાં રે ૨/૨

હૃદયે જોયું રે કમળા કેરું ધામ કે		...વેણલાં૦
	કંઠ કંબુ રે નીરખું આઠો જામ કે	...વેણલાં૦ ૧
દંત દેખી રે દાડમ કેરાં બીજ કે			...વેણલાં૦
	જિહ્વા જોઈ રે જાણે ઝબુકે વીજ કે	...વેણલાં૦ ૨
નાસા નીકટ રે ટીબકડી છે શ્યામ કે		...વેણલાં૦
	તેને જોતાં રે નેણે નીંદ હરામ કે	...વેણલાં૦ ૩
વામ કરણે રે તિલ શ્યામ સોહાય કે		...વેણલાં૦
	તેને જોતાં રે શોભે સંતોના રાય કે	...વેણલાં૦ ૪
ભાલ વચ્ચે રે રેખા તિલક આકાર કે		...વેણલાં૦
	મસ્તક ઉપર રે ફૂલડાં કેરા હાર કે	...વેણલાં૦ ૫
કર જુગલ રે કોણિયું બે શ્યામ કે		...વેણલાં૦
	કૃષ્ણાનંદની રે પૂરી હૈડાની હામ કે	...વેણલાં૦ ૬
 

મૂળ પદ

સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે

મળતા રાગ

ધોળ - પ્રભાતી

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી