પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી ૧/૪

પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી;
			તમને નિમિષ ન મેલું ન્યારા રે...આવો૦ ટેક.
તમે જીવનદોરી છો મારી રે-આ૦ હું તો અબળા દાસી તમારી રે-આ૦
મારે તમથી નથી કોઈ પ્યારું રે-આ૦ હું તો સરવસ તમ પર વારું રે-આ૦
મેં તો લોકની લજ્જા ટાળી રે-આ૦ મારે મંદિર વિરાજો વનમાળી રે-આ૦
કહે મુક્તાનંદ રંગીલા રે-આ૦ રાખું ઉર પર છેલછબીલા રે-આ૦
 

મૂળ પદ

પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0