તમે નટવર શ્રીનંદલાલા રે, રે’જો નયણુંની આગે ૨/૪

તમે નટવર શ્રીનંદલાલા રે, રે’જો નયણુંની આગે;
			મુને વાલમ છો ઘણું વાલા રે...રે’જો૦ ટેક.
વાલા તમ વિના પળ ન રે’વાય રે-રે૦ તમને નીરખીને આનંદ થાય રે-રે૦
તમે દુર્લભ દેવ મોરારી રે-રે૦ હું તો વાલમ તમ પર વારી રે-રે૦
મેં તો આશા અસતની મેલી રે-રે૦ મેં તો તમ સંગે બાંધી બેલી રે-રે૦
કહે મુક્તાનંદ પિયુ પ્યારા રે-રે૦ તમને નિમિષ ન મેલું ન્યારા રે-રે૦
 

મૂળ પદ

પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી