મારું મન મોયું રે નંદજીના લાલસ્યું રે, .૨/૪

પદ ર/૪ ૧૦૯૯
મારું મન મોયું રે નંદજીના લાલસ્યું રે, .
સાહેલી એનું જોઇ જોઇ રુપ રસાલ. ટેક
ચિત્તડું ચોરાણું રે ચટકંતિ ચાલ્યમાં રે,
જોઇને ગલે ગજ મુક્તાફલ માલ. મારું ૧
મદડાને માતે રે મારી મુને મર્મમા રે,
આવીને વાલે આંખડલીની ચોટ. મારું ૨
પરવસ્ય થૈને રે બંધાણી એના પાસમાં રે,
સાહેલી એની લગને કરી લોટપોટ. મારું ૩
અણદીઠે એને રે થાઉં હું તો આંધળી રે,
વાલાજી વિના પલક કલપ સમ જાય. મારું ૪
મુક્તાનંદને વાલે રે લગાડી મુને મોહની રે,
સાહેલી મેં તો હરિ વિના રયું નૈ જાય. મારું ૫

મૂળ પદ

આજ દિવારી રે નટવર નિરખતાં રે, .

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી