નંદજીનો લાલો રે જીવન ધન પ્રાણ છે રે લોલ૪/૪

પદ ૪/૪ ૧૧૦૧
નંદજીનો લાલો રે જીવન ધન પ્રાણ છે રે લોલ, .
મોહ્યું છે મન મોરલડીને નાદ. ટેક.
ચિત્તડું ચોરાણું રે, છબીલાજીની વાતમાં રે લોલ. .
સુણી નેણનાં અતિ સુંદર સંવાદ. નંદજીનો ૧
મનડું લોભાણું રે, મોહન સંગ માહરું રે લોલ,
લાગ્યો છો મારે રસિક મોહનનો સંગ. નંદજીનો ૨
સગપણ કીધું રે, સમજી સુખધામ શું રે લોલ, .
રાચી હું હવે શ્યામળીયાને સંગ. નંદજીનો ૩
તનસુખ આશા રે, તજીને વરી માવને રે લોલ, .
સાહેલી મેં તો જાણી અલૌકિક રીત. નંદજીનો ૪.
મુક્તાનંદ વાલે રે, સાયો છે કર માહરો રે લોલ,
વાલાજી સંગે પૂરણ બાંધી પ્રીત. નંદજીનો ૫

મૂળ પદ

આજ દિવારી રે નટવર નિરખતાં રે, .

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી