મોહન મુખ જોતાં જીતી જગ, મોહન મુખ જોતાં૨/૪

પદ ર/૪ ૧૧૦૭
મોહન મુખ જોતાં જીતી જગ, મોહન મુખ જોતાં. ટેક.
સફળ જનમ થીયો હરિવર પામી, છો કોઇ વગોતાં. જીતી ૧.
ખોયલા દિવસના ખંગ વળ્યા છે, ચિત્ત ચરણે પ્રોતાં. જીતી ૨.
અવર પુરુષની આશ તજીનેં, હરિવર સંગ મોતાં. જીતી ૩.
મુક્તાનંદના નાથને મળતાં, ખટક્યું ન ઘર ખોતાં. જીતી ૪

મૂળ પદ

કોડીલે કાને હર્યું મન કોડીલે કાને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી