રસિયાને રંગે રાચી, હું તો રસિયાને રંગે૪/૪

પદ ૪/૪ ૧૧૦૯
રસિયાને રંગે રાચી, હું તો રસિયાને રંગે.ટેક
મન કર્મ વચને બાંધિ દ્રઢ બેલી, કાન કુંવર સંગે. રાચી ૧.
પ્રીત કરી પુરુષોત્તમ સાથે, અતિસેં ઉમંગે. રાચી ૨.
શોક સંતાપ ટળ્યા સર્વ મારા ખોઇલા દિને ખંગે. રાચી ૩.
મુક્તાનંદના નાથને મળતાં, શુદ્ધ થૈ સૌ અંગે. રાચી ૪.

મૂળ પદ

કોડીલે કાને હર્યું મન કોડીલે કાને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી