મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી, ૧/૮

પદ ૧/૮ ૧૧૧૦
રાગ : ગરબી
મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,
મને હેત કરી બોલાવો રે, તમ સાથે લાગી તાળી.ટેક
મેં તો તમ અર્થે તન કરીયું રે, મને બીજું સર્વ વિસરીયું રે. તમ ૧
મને વિરહની જવાળા ભારી રે, રહું કેમ કરી નટવર ન્યારી રે. તમ ૨.
મારી અરજી અંતર ધારો રે, સુંદરવર કારજ સારો રે. તમ ૩.
કહે મુક્તાનંદ સુખ આપો રે, દર્શન દઇ સંકટ કાપો રે. તમ ૪.

મૂળ પદ

મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
જપો જન શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0